દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 52 હજારને પાર, અત્યાર સુધીમાં 1783 લોકોએ જીવ ગુમાવ્યાં

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. કોરોનાના દર્દીઓનો ડબલિંગ રેટ 13 દિવસથી ઘટીને 11 દિવસ થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. કોવિડ 19ના કારણે અત્યાર સુધીમાં 1783 લોકોના જીવ ગયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 52952 કેસ નોંધાયા છે. જેમાંથી 15267 લોકો સાજા થઈને ઘરે ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. 
દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 52 હજારને પાર, અત્યાર સુધીમાં 1783 લોકોએ જીવ ગુમાવ્યાં

નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. કોરોનાના દર્દીઓનો ડબલિંગ રેટ 13 દિવસથી ઘટીને 11 દિવસ થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. કોવિડ 19ના કારણે અત્યાર સુધીમાં 1783 લોકોના જીવ ગયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 52952 કેસ નોંધાયા છે. જેમાંથી 15267 લોકો સાજા થઈને ઘરે ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. 

આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં હાલ 35902 કોરોનાના એક્ટિવ કેસ છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 16,758 કેસ છે જ્યારે 651 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 3094 લોકો સાજા થઈને ઘરે ગયા છે. બીજા નંબરે ગુજરાત છે જ્યાં કોરોનાના 6625 કેસ નોંધાયા છે. જ્યારે 396 લોકોના મૃત્યુ થયા છે. 1500 લોકો સાજા થયા છે. 

જુઓ LIVE TV

દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ દિલ્હીમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં 5532 કેસ છે જ્યારે 65 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 4829 કેસ, રાજસ્થાનમાં 3317 કોરોના પોઝિટિવ કેસ, પશ્ચિમ બંગાળમાં 1456 કેસ, જ્યારે 144 લોકોના મોત થયા છે. આંધ્ર પ્રદેશમાં 1777 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. ત્યાં 36 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મધ્ય પ્રદેશમાં પણ કોરોનાનો હાહાકાર છે જ્યાં 3138 કેસ નોંધાયા છે અને 185 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news